• Home
  • Uttar Gujarat
  • Mehsana District
  • Becharaji
  • Becharaji બહુચરાજીમાં રેલવે કર્મચારીના બંધ મકાનનું તાળું તોડી 41હજારની ચોરી

બહુચરાજીમાં રેલવે કર્મચારીના બંધ મકાનનું તાળું તોડી 41હજારની ચોરી

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:05 AM IST
Becharaji - બહુચરાજીમાં રેલવે કર્મચારીના બંધ મકાનનું તાળું તોડી 41હજારની ચોરી
બહુચરાજીમાં ખમારની ધર્મશાળા પાસે વાલ્મિવાસમાં રહેતા રેલવે કર્મચારીના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો રૂ.10 હજાર રોકડ અને દાગીના મળી રૂ.41,250ની મત્તા ચોરી ગયા હતા. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

બહુચરાજીમાં ખમારની ધર્મશાળા પાસે વાલ્મિકી વાસમાં અમદાવાદ ખાતે રેલવેમાં નોકરી કરતા અશોકકુમાર ઇશ્વરલાલ વાલ્મિકીનું મકાન આવેલું છે. તેમની માતા જીવીબેન બહુચરાજીના મકાનમાં રહે છે. ગત 10મીએ જીવીબેન બંધ કરીને અશોકભાઇ સાથે અમદાવાદ ગયા હતા. તે દરમિયાન તસ્કરો મકાનના વરંડાના ભાગે અને મકાનના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસી ટંકમાંથી એક તોલા સોનાનો દોરો રૂ.22 હજાર, ચાંદીના 2 કડલા રૂ.9250, રોકડ રૂ.10 હજાર મળી કુલ રૂ. 41,250ની મત્તા ચોરી ગયા હતા.

મેવડમાં 90 હજારની 24 બેટરીઓ ચોરાઇ

મહેસાણાના મેવડમાં ઇન્ડસ કંપનીના ટાવરનો દરવાજો તોડી તસ્કરો રૂ.90 હજારની 24 બેટરીઓ ચોરી ગયા હતા. આશીષભાઇ તેજાભાઇ દેસાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

X
Becharaji - બહુચરાજીમાં રેલવે કર્મચારીના બંધ મકાનનું તાળું તોડી 41હજારની ચોરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી