બહુચરાજીમાં કોમર્શિયલ માર્કેટોનો રહેણાંક તરીકે ગેરકાયદે ઉપયોગ

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:05 AM IST
Becharaji - બહુચરાજીમાં કોમર્શિયલ માર્કેટોનો રહેણાંક તરીકે ગેરકાયદે ઉપયોગ
બહુચરાજીમાં મારુતિ, હોન્ડા સહિતની કંપનીઓમાં નોકરી કરતા લોકોને કોમર્શિયલ માર્કેટો ભાડે આપી રહેણાંક તરીકે ઉપયોગ કરાઇ છે. બિલ્ડરોના શરતભંગ અંગે તપાસ કરવાનો મુદ્દો સ્થાનિક ધારાસભ્ય ભરતજી ઠાકોરે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં ઉઠાવ્યો હતો.

ધારાસભ્યએ આ સાથે બહુચરાજીમાં નોકરી ધંધા માટે બહારના રાજ્યના માણસોને મકાનો ભાડેથી અપાય છે, પરંતુ ભાડુઆત અંગે જરૂરી પુરાવા છે કે કેમ, પોલીસ સ્ટેશનમાં કોઇ નોંધ કરાઇ ન હોય તો પગલાં લેવા માંગ કરી છે. હાઇવેથી બસ સ્ટેન્ડને જોડતો 500 મીટરનો રોડ બનાવવા, બહુચરાજી સર્કિટ હાઉસ, જોટાણા તાલુકા કચેરી, મોઢેરા રેસ્ટ હાઉસ સહિતના વિકાસના કામોમાં તંત્ર દ્વારા કોઈ નોંધ લેવાતી ન હોઇ ઘટતું કરવા માંગ કરી હતી.

જોટાણાના શક્તિનગરમાં પાણીની સમસ્યા

કટોસણ અને વિરસોડા વચ્ચે આવેલા લક્ષ્મીપુરા અને શક્તિનગરમાં પીવાના પાણીની સમસ્યા છે. ગામમાં પાણીની કોઈ પ્રકારની સુવિધા નથી. આ મામલે પાણી પુરવઠા વિભાગ દ્વારા સત્વરે પગલાં લેવા માંગ કરી છે.

X
Becharaji - બહુચરાજીમાં કોમર્શિયલ માર્કેટોનો રહેણાંક તરીકે ગેરકાયદે ઉપયોગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી