તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • બહુચરાજી મંદિર સામે ટ્રાફિક સમસ્યા નિવારવા પાર્કિંગ માટે જગ્યા ફાળવો

બહુચરાજી મંદિર સામે ટ્રાફિક સમસ્યા નિવારવા પાર્કિંગ માટે જગ્યા ફાળવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી હાઇવે પર મંદિરની સામે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોઇ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ રોડ સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય હાઇવે હોઇ ભારે વાહનોની અવરજવરના કારણે અકસ્માતની ભીતિ રહેતી હોઇ પાર્કિંગ માટે જગ્યા ફાળવવા ધારાસભ્ય દ્વારા સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરાઇ હતી.

બહુચરાજીમાં વાહન પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોઇ હાઇવે પર જ પાર્ક કરી દે છે. જેના કારણે મંદિરની સામે શક્તિ સર્કલની આજુબાજુ, પોલીસ સ્ટેશનની આગળ, એરાઇવલ પ્લાઝા સહિતના સ્થળોએ આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા તો સર્જાય છે. ધારાસભ્ય ભરતજી ઠાકોરે શનિવારે મળેલી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં કલેકટર સમક્ષ પાર્કિંગ માટે જગ્યાની માંગ કરી હતી. ચર્ચામાં મંદિરના દર્શનપથની બાજુમાં પોલીસ કવાર્ટર જર્જરિત થઈ ગયા હોઇ નવા કવાર્ટર આઈટીઆઈ પાસેની જગ્યામાં બનાવવા અને ક્વાર્ટરની જગ્યામાં પાર્કિંગ માટે વ્યવસ્થા ઊભી કરવા ચર્ચા કરાઇ હતી. કલેકટર એચ.કે. પટેલે ઝડપથી કાર્યવાહી કરવા વિભાગને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...