મહેસાણા-સાપાવાડા બસ છાશવારે બંધ કરાતાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી એસટી ડેપો સંચાલિત મહેસાણાથી બપોરે 3-15 કલાકે ઉપડતી વાયા મોઢેરા- સાપાવાડા બસની અનિયમિતતા અંગે એસટી વિભાગીય અધિકારીને મીઠીઘારીઅાલ ગ્રામ પંચાયત દ્વારા લેખિત જાણ કરાઇ છે.

મહેસાણા-સાપાવાડા બસ બપોરે 3-15 કલાકે મહેસાણાથી ઉપડી સાપાવાડા જાય છે અને તે જ રૂટ ઉપર પરત આવે છે. આ બસથી મોઢેરાથી પશ્ચિમ દિશા તરફના 10 જેટલા અંતરિયાળ ગામોના મુસાફરોને લાભ મળે છે. પરંતુ બસની અનિમિતતાને કારણે ઘણીવાર મુસાફરો રઝળી પડે છે. ગત બુધવાર અને ગુરુવારના રોજ આ બસને સાપાવાડા લઇ જવાને બદલે .રજ પરના ડ્રાઇવર કંડકટર દ્વારા મણિયારી અને મોઢેરાથી પરત લઇ જવાઇ હતી. આ બાબતે મીઠીઘારીઆલ ગ્રા.પં. દ્વારા બહુચરાજી એસટી ડેપો મેનેજરને પણ લેખિત રજૂઆત કરી બેજવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...