• Gujarati News
  • પાટીદાર અનામત રેલી અંગે બેઠક મળી

પાટીદાર અનામત રેલી અંગે બેઠક મળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરઅને વિજાપુરમાં યોજાયેલી પાટીદાર અનામત રેલીને મળેલી સફળતા બાદ હવે બાયડ તાલુકામાં પણ રેલી યોજવા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. જે અંગે ચર્ચા વિચારણા રવા તાલુકાના ચોઇલા નજીક કોલ્ડ સ્ટોરેજમાં પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી.

અંગે અનામત સમિતિના પ્રમુખ ગોવિંદભાઇ પટેલે જણાવ્યું કે, કોઇપણ સમાજનો અમારે વિરોધ નથી. અમારે તો માત્ર પાટીદારો માટે અનામતની માગણી છે. વિસનગરથી નીકળેલી અનામતની માગણી બાયડ તાલુકામાં પણ પ્રવેશી છે. બાયડ તાલુકાના ચોઇલા નજીક આવેલા કોલ્ડ સ્ટોરેજમાં બુધવારે પાટીદારોની બેઠક યોજાઇ હતી. જેમાં ચોઇલા, તેનપુર, આંબલીયારા સહિત અનેક ગામોના મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. બેઠકમાં અગામી સમયમાં બાયડ તાલુકામાં પાટીદારો દ્વારા વિશાળ રેલી યોજી આવેદન પત્ર આપવા માટે સર્વસંમતી થઇ હતી. બાયડ તાલુકામાં મોટી સંખ્યામાં પાટીદારોની વસતી છે. ત્યારે અગામી સમયમાં પાટીદારો દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.