• Gujarati News
  • બાયડના પોલીસ સ્ટેશન રોડનું સમારકામ કરવા લોક માંગ ઉઠી

બાયડના પોલીસ સ્ટેશન રોડનું સમારકામ કરવા લોક માંગ ઉઠી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડમાંગટર લાઇન નાખવા પોલીસ સ્ટેશનથી ગામનો રોડ ખોદી નખાયો હતો. જેનું સમારકામ નહીં કરાતાં હાલ બિસ્માર હાલતમાં હોઇ નગરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

બાયડના રાકેશ પટેલ,જલદિપ પટેલ,જીમીત પટેલે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે બાયડ પોલીસ સ્ટેશન થી ગામમાં જવાનો મુખ્ય માર્ગ કાદવ કિચડ તથા ખાડાઓથી બીસ્માર બની ગયો છે. નગરમાં ગટર યોજના ને લઇ મોટા ભાગના માર્ગો ઉપર ખોદકામ કરી દેતા ચોમાસામાં આખું નગર નાર્કાગારમાં ફેરવાઇ ગયું છે. બાયડ ગામ ને જોડ તો મુખ્ય રોડ ઉપર ખાડાઓ કાદવ કિચડ ને લઇ સંખ્યાબંધ વાહન ચાલકો પટકાઇ પડે છે. નગર પાલીકા નું તંત્ર સામે જોતા નગરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રોડ ઉપર નનીબા હાઇસ્કુલ,શાળા નંબર બે આવેલ છે. શાળા ના બાળકો ને પણ કાદવમાં થી જવાનો વારો આવ્યો છે. લાખ્ખો રૂપીયા નો ટેક્ષ ઉઘરાવતી પાલીકા નગરજનો સામે જોતા ઉચ્ચકક્ષા રજુઆત કરવાનું નક્કી કરાયું છે. સત્વરે કાર્યવાહી કરવા આહ્વાન કરાયું હતું.

તસ્વીરમાં કાદવ કિચડ વાળો રોડ દ્રષ્ટીગોચર થાય છેે. }વરૂણ પટેલ