• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bayad
  • અલવાકંપા પાસે વાહનની ટક્કરે રિક્ષા ગોથું ખાઇ ગઇ,ચાલકનું મોત

અલવાકંપા પાસે વાહનની ટક્કરે રિક્ષા ગોથું ખાઇ ગઇ,ચાલકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ-ધનસુરા માર્ગ પર અલવાકંપા નજીક અજાણ્યા વાહનની ટક્કર વાગતાં રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત નીપજયું હતું. જ્યારે બે મુસાફરોને ઇજા થતાં સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બાયડના લાખેશ્વરી વિસ્તારમાં રહેતા ભાનુભાઇ મકવાણા તેમની રિક્ષા (જીજે 9ઝેડ 7980) લઇ વર્ધી માટે ધનસુરા ગયા હતા. ધનસુરાથી પરત ફરતાં રિક્ષામાં બે પેસેન્જરને બેસાડી બાયડ તરફ હંકારી હતી. વાત્રક નજીક આવેલા અલવાકંપા પાસેથી રિક્ષા પસાર થતી હતી ત્યારે બાયડ તરફથી આવતા અજાણ્યા વાહનના ચાલકે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષા રોડ સાઇડે પલટી ખાઇ ગઇ હતી. જેમાં રિક્ષાચાલક ભાનુભાઇ દલસુખભાઇ મકવાણા (35)નું ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું.

જ્યારે રિક્ષામાં સવાર ગણપતભાઇ રાયસીંગભાઇ રહે.ગોધરા અને કાળુભાઇ શંકરભાઇ નાયકને ઇમરજન્સી 108 દ્વારા વાત્રક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત અંગે બાયડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરધાણ વળી ગયો હતો. જાણે ખોખું બની ગઇ. /વરૂણ પટેલ

અન્ય સમાચારો પણ છે...