તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bayad
  • બાયડમાં પૂર્વ તા.કાેંગ્રેસ પ્રમુખ અદેસિંહ ચૌહાણને ભાજપે ટિકિટ આપતાં વિરોધ

બાયડમાં પૂર્વ તા.કાેંગ્રેસ પ્રમુખ અદેસિંહ ચૌહાણને ભાજપે ટિકિટ આપતાં વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમલમમાં ભાજપના કાર્યકરો દ્વારા ઉગ્ર રજૂઆતો

નારાજ કાર્યકરો ફોર્મ ભરતી વેળાએ ગેરહાજર

બાયડતાલુકામાં ભાજપના વંટોળ ઉભા થયા છે. ભાજપમાંથી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય અદેસિંહ ચૌહાણને ટિકિટ આપતાં ફોર્મ ભરવાના દિવસે મોટા ભાગના ભાજપના આગેવાનો ગેરહાજર રહ્યા હતા. જ્યારે ભાજપના કાર્યકરોએ કમલમમાં પણ ઉગ્ર રજૂઅાતો કરતાં વાતાવરણ ગરમમાયું છે.

બાયડમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તથા કોંગ્રેસના નિશાન ઉપર જિલ્લા પંચાયતના સભ્ય અદેસિંહ ચૌહાણને ભાજપ દ્વારા ઓચિંતી ટિકિટ તાલુકામાં વિરોધના વંટોળ ઉભા થયા છે. બાયડ તાલુકાના ભાજપના છત્તરસિંહ સોલંકી દ્વારા તો અપક્ષ ઉમેદવારી પણ કરવામાં આવી છે. પેરાશૂટ ઉમેદવારને લઇને તાલુકા તથા શહેર સંગઠનના કેટલાક હોદ્દેદારોમાં રોષ ફાટી નિકળ્યો છે.

બીજીબાજુ ટિકિટમાં અગ્રીમ હરોળમાં રહેલા તથા સૌથી જુના ભાજપના કાર્યકર ડો. મહેન્દ્રભાઇ પટેલ, ભૂપતસિંહ સોલંકી, છત્તરસિંહ સોલંકી જેવા અનેક કાર્યકરો રોષે ભરાયા છે. ફોર્મ ભરવાના દિવસે ભાજપના મહા મંત્રી ધિમંતભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ સોલંકી, સહિત અનેક ભાજપના હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા. ટિકિટ જાહેર થતાં કમલમમાં ભાજપના કાર્યકરો દ્વારા ઉગ્ર રજૂઆતો પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...