તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઓટોમેટીક સ્વીચ પડી જતાં મંદિરમાં ભર બપોરે નગારા વાગ્યા

ઓટોમેટીક સ્વીચ પડી જતાં મંદિરમાં ભર બપોરે નગારા વાગ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંધ મંદિરમાં ઢોલ નગારા વાગતાં શ્રદ્ધાળુ પહોંચ્યા

ભાસ્કરન્યુઝ.બાયડ

બાયડમાંઆવેલ સ્વામીનારાયણ મંદિરમાં સોમવાર બપોરે બનેલ બનાવને લઇ કતુહલ સાથે શ્રધ્ધા નો મહા સાગર છવાયો છે. બંધ મંદિરમાં ઓટો મેટીક સ્વીચ પડી જતાં ઇલેક્ટ્રીક ઢોલ નગારા વાગવાનું શરૂ થઇ જતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

જગદિશભાઇ પી.પટેલે જણાવ્યું કે બાયડ ગામ સ્વામીનારાયણ મંદિરમાં રાબેતા મુજબ સવાર સાંજ આરતી કરવામાં આવે છે. ત્યારે સોમવાર બપોર બાદ બંધ કરાયેલ મંદિરમાં ઓચીંતાજ ઇલેક્ટ્રીક ઢોલ નગારા તથા અન્ય વાજીંત્રો વાગવાના શરૂ થઇ ગયા હતા. બંધ મંદિરમાં ઓચીંતાજ બનેલ ઘટના ને લઇ આસ પાસ થી લોકો મંદિરમાં દોડી આવ્યા હતા.જ્યાં ભગવાન સ્વામીનારાયણની મુર્તી આગળ મુકેલ હાર તથા હીચકો પણ હલતો હોવાનું લોકો જોયું હતું. વાત વાયુ વેગે બાયડમાં પ્રસરતા મોટી સંખ્યામાં લોકો મંદિરમાં દર્શન માટે ઉમટી પડયા હતા. સોમવારના રોજ બનેલ બનાવને લઇ બાયડમાં ભક્તિનો માહોલ છવોયો હતો. જ્યારે લોકોની શ્રધ્ધાને લઇ ફરીથી આરતી કરવામાં આવી હતી.

સ્વામીનારાયણ મંદિર માં બપોરે ઓટો મેટીક સ્વીચ પડી જતાં ઢોલ નગારા વાગવાનું શરૂ થઇ જતાં કુતુહલ વશ અહીં લોકોના ટોળા ઉમટ્યા હતા. તસવીર: વરૂણ પટેલ