તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bayad
  • સંચાલક ફરાર થતાં પોલીસે ફરિયાદ માટે ચક્રોગતિમાન કર્યા

સંચાલક ફરાર થતાં પોલીસે ફરિયાદ માટે ચક્રોગતિમાન કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડનાવાત્રક રોડ પર નાણાં ધિરવાનો ધંધો કરતી પેઢી અઢી કરોડનું ઉઠમણું કરી ગઇ હોઇ તેવી ચર્ચાઓ થતાં લોકોમાં દોડધામ મચી ગઇ છે.

બાયડના વાત્રકરોડ ઉપર નાણાં ધિરવાનો ધિક્તો ધંધો કરતી પેઢી કાચી પડી ગઇ છે. બજારમાં ચાલતી ચર્ચા મુજબ અઢી કરોડનું ઉઠામણું થયું છે. હાલમાં લોકોના નાણાં લઇ પેઢીનો સંચાલક ઉડાઉ જવાબ આપતાં નાણાંની ડિપોઝીટો કરાવતાં લેણદારોઅે દોડાદોડ શરૂ કરી મૂકી છે. પેઢીમાં ચાલતી વીસીમાં પણ મોટો ગોટાળો થયો છે. મોંઘીદાટ ગાડીઓ અને વૈભવ વિલાસમાં ફરતાં આવા તત્વો સામે પોલીસ ફરિયાદ થવા માટે પણ ચક્રો ગતિમાન થયાં છે. પેઢી કાચી પડવાની વાત બહાર આવતાં લેણદારોએ રૂપિયા લેવા પડાપડી કરી છે. હાલમાં પેઢી ચલાવનાર સંચાલક કેટલાક દિવસથી છુમંતર થતાં પોલીસ ફરિયાદ બાદ સમગ્ર સત્ય બહાર આવે તેમ નગરજનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...