• Home
  • Uttar Gujarat
  • Aravalli
  • Bayad
  • બાયડ પાલિકાના પૂર્વ પ્રમુખના પતિને ચીફ અોફિસરે બોગસ નોટિસ ફટકારી

બાયડ પાલિકાના પૂર્વ પ્રમુખના પતિને ચીફ અોફિસરે બોગસ નોટિસ ફટકારી

ઉકરડો ન હોવા છતાં દૂર કરવા નોટિસ અાપતાં મામલો ગરમાયો મારા ઉકરડા ખેતરમાં છે રાજકીય ધ્વેશભાવથી નોટિસ અપાઇ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
બાયડ પાલિકાના પૂર્વ પ્રમુખના પતિને ચીફ અોફિસરે બોગસ નોટિસ ફટકારી
બાયડ નગરપાલિકામાં ચીફ ઓફિસર દ્વારા 15 જેટલા વ્યક્તિઓને ઉકરડા હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી એકમાં પાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન વણકરના પતિને ઉકરડા માટે નોટિસ અાપતાં મધપુડો છંછેડાયો હતો.ગીતાબેનના પતિના જણાવ્યા અનુસાર તેનો ઉકરડો ન હોવા છતાં બોગસ નોટિસ અપાઇ છે. જેની ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરાશે.

બાયડ નગરપાલિકામાં જુના સ્ટેશન વણકરવાસ ખાતે ઉકરડાઅો હટાવવા માટે ચીફ ઓફિસરે 15 ઉપરાંત વ્યક્તિઓને નોટિસ ફટકારી હતી. ત્યારે અા નોટિસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન વણકરના પતિ મનુભાઇ હીરાભાઇ વણકરને ઉકરડા હટાવવાની બોગસ નોટિસ ફટકારવામાં અાવતાં જ વિવાદ ઉભો થઇ ગગો હતો. અા મામલે મનુભાઇ વણકરે જણાવ્યું કે, નોટિસમાં બતાવેલા સ્થળે મારે કોઇ ઉકરડ નથી મારા ઉકરડા ખેતરમાં છે. ધ્વેશરાખી ખોટી નોટિસ અાપવામાં અાવી છે. અા મામલે ઉચ્ચકક્ષાઅે ફરિયાદ કરવામાં અાવશે. ખોટી નોટિસને લઇ ચારે તરફ વિરોધના વંટોળ ઉભા થયા છે. ત્યારે અા મામલે પ્રાંત અધિકારી તપાસ કરાવે તેવી માગણી પૂર્વ પ્રમુખના પતિઅે ઉઠાવી છે.

X
બાયડ પાલિકાના પૂર્વ પ્રમુખના પતિને ચીફ અોફિસરે બોગસ નોટિસ ફટકારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App