• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bayad
  • રામોસ ગામના મતદારને ખોટી રીતે ઉપાડી ગયાની વાતને લઇ હોબાળો

રામોસ ગામના મતદારને ખોટી રીતે ઉપાડી ગયાની વાતને લઇ હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડમાં સાબરડેરીની બે બેઠકાે માટે મતદાન યાેજવામાં અાવ્યું હતું.જેમાં રામોસના મતદાર મત આપવા ગયો ત્યારે ખોટી રીતે ઉપાડી ગયાની વાતને લઇ વાતાવરણ તંગ બની ગયું હતું. જે બાદ પૂર્વ ચેરમેનનો હુરીયો બોલાવતાં પોલીસ દોડતી થઇ હતી.

બાયડ મામલતદાર કચેરી ખાતે શુક્રવારે સાબરકાંઠા બેન્કની સેવા સહકારી વિભાગની અેક બેઠક તથા દૂધ મંડળી વિભાગની બેઠક માટે મતદાન યાેજાયું હતું. સેવા સહકારી મંડળી વિભાગમાં રમાેસ ગામના મતને લઇ મામલતદાર કચેરી અાગળ રમાેસ ગામનાે મતદાર મત નાખવા ગયાે ત્યારે ખાેટી રીતે ઉપાડી ગયાની વાતને લઇ લોકોએ સાબરડેરીના પૂર્વ ચેરમેન શામળ પટેલનાે હુરીયાે બાેલાવ્યાે હતાે. મતદાન વેળાઅે ઉત્તેજના ભર્યા માહાેલમાં લાેકાેઅે પાેલીસને પણ તેની કાર્યશૈલીને લઇ અાડે હાથે લીધી હતી. રીતસર વાતાવરણ તંગ થઇ થતાં જિલ્લા પાેલીસવડા માેટા કાફલા સાથે બાયડ દાેડી પહાંેચ્યા હતા.

મતદાનમાં સેવા સહકારી વિભાગના 41 મતદારાેમાંથી 41 મત પડ્યા હતા.દૂધ મંડળી વિભાગમાં 120માંથી 119 મત પડ્યા હતા. સેવા સહકારી વિભાગમાં ખેતી બેન્કના પૂર્વ ચેરમેન કનુ પટેલ તથા સાબરકાંઠા બેન્કના પૂર્વ વા.ચેરમેન ધીરજ પટેલ વચ્ચે જંગ જામ્યાે હતાે.

મામલો ગરમાતાં તાલુકાની પોલીસ દોડી આવી હતી.તસવીર-વરૂણ પટેલ

અન્ય સમાચારો પણ છે...