તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુચરાજીની 15થી વધુ સોસાયટીમાં ભરશિયાળે પીવાના પાણીની બૂમાબમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીમાંપીવાના પાણીનો પ્રશ્ન સ્થાનિક રહીશો માટે શીરદર્દ બની ગયો છે. નર્મદા વિભાગ દ્વારા અપાતાં પાણીમાં બે કલાકનો કાપ મૂકાતાં છેલ્લા અઠવાડિયાથી 15થી વધુ સોસાયટીઓમાં પાણી પાણીના પોકારો પડી રહ્યા છે. તો ગ્રામ પંચાયત પાણી પૂરું પાડવામાં લાચારી વ્યક્ત કરી રહી છે.

બહુચરાજી ટાઉનમાં છેલ્લા દસ વર્ષમાં સોસાયટી વિસ્તારમાં ખાસ્સો વધારો થયો છે. મારુતિ, હોન્ડા સહિતની કંપનીના કર્મચારીઓ પણ અહીં રહે છે. સામે પક્ષે દસ વર્ષ પહેલાં પીવાના પાણીની જેટલી વ્યવસ્થા હતી તેટલી આજે પણ છે. પાણીની સમસ્યાને પહોંચી વળવા નર્મદા યોજનાનું પાણી ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. પરંતુ તે અપૂરતું હોવાને લીધે લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. એમાંય છેલ્લા એક સપ્તાહથી પાણીકાપ મૂકાતાં હાઇવે પરની અલકાપુરી, વર્ધમાન, શક્તિનગર, રાજેશ્વરી સહિતની 15થી વધુ સોસાયટીઓમાં પૂરતું પાણી નહીં મળતાં રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને નાછૂટકે પૈસા ખર્ચીને પાણી ખરીદી રહ્યા છે. મામલે ગ્રામ પંચાયતમાં રોજ 100થી વધુ લોકો રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...