તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓ ઊમટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહુચરાજીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓ ઊમટ્યા

બહુચરાજીમાં મંગળવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના દર્શનાર્થે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. વહેલી સવારથી મોડી સાંજ સુધી મંદિર પરિસર બોલ માડી બહુચર જય જય બહુચર...ના જયઘોષથી ગૂંજતું રહ્યું હતું. અનેક ભક્તો પગપાળા તેમજ સંઘો લઇને આવ્યા હતા અને મંદિરના શિખરે ધજારોહણ કર્યા બાદ મૈયાનાં મનભરીને દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી. રાત્રે મૈયાની પરંપરાગત શોભાયાત્રા તીર્થધામના રાજમાર્ગો પર પ્રદક્ષિણા કરી નીજમંદિરે પરત ફરી હતી. જેમાં પણ મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા. પૂનમ નિમિત્તે મૈયાને આકર્ષક ફૂલોનો શણગાર કરાયો હતો. તસવીર- હર્ષ મહેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો