તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેતપુર ગામમાં બદ્રીનારાયણ પ્રભુનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીતાલુકાના જેતપુર ગામે નવનિર્મિત ભગવાન બદ્રીનારાયણના નૂતન મંદિરમાં શનિવારે બપોરે વિજય મુહૂર્તમાં દેવી દેવતાઓની મૂર્તિઓની ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચારણ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમયે મંદિર ઉપર હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મહોત્સવમાં પધારેલા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા હતા.

મહોત્સવના અંતિમ દિવસે મહંત જંગલી બાપુ સહિત પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિના અગ્રણીઓનું સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી રજની પટેલના હસ્તે બહુમાન કરાયું હતું. મંત્રીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ સખી-દાતાઓના દાન થકી ટકી રહી છે. આવા સદકાર્યોથી માત્ર ધર્મકાર્ય સિદ્ધ થતું નથી, પણ ગામના દરેક સમાજના લોકો વચ્ચે પરસ્પર ભાઇચારો અને અેકતાની ભાવના વધુ મજબૂત બને છે. સાથે ગામની સુખાકારીમાં પણ વધારો થતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...