તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • બહુચરાજીતાલુકાના શંખલપુર ગામના યુવાનને વીમા કંપનીની બોગસ પાવતીઓ પકડાવી

બહુચરાજીતાલુકાના શંખલપુર ગામના યુવાનને વીમા કંપનીની બોગસ પાવતીઓ પકડાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બહુચરાજીતાલુકાના શંખલપુર ગામના યુવાનને વીમા કંપનીની બોગસ પાવતીઓ પકડાવી રૂ.1.40 લાખની રકમ પડાવી છેતરપિંડી કરનારી અમદાવાદની છાર ટોળકીના બે ભાઇઓને બહુચરાજી પોલીસે ઝડપી લીધા હતા.

શંખલપુર ગામના અને હાલ અંકલેશ્વર જીઆઇડીસીમાં નોકરી કરતા ભરતજી મફાજી ઠાકોર અને તેના ભાઇ વિનોદજીએ બહુચરાજીના રમેશભાઇ પરમાર મારફતે પરિચયમાં આવેલા અમદાવાદના છારાનગરની ફ્રી કોલોનીની ફૂલવાળી ગલીમાં રહેતા ઇન્દ્રેકર મેહુલ નવીનચંદ્ર, ઇન્દ્રેકર રાહુલ નવીનચંદ્ર અને ઇન્દ્રેકર રાકેશ રણજીતભાઇએ વીમા ઉતરાવવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો અને બે તબક્કામાં તેમણે રૂ.1,40,000 આપ્યા હતા. જેના બદલા ઠગ ટોળકીએ તેમને જુદી જુદી કંપનીની વીમા પોલીસીઓ આપી હતી. જે અંગે શંકા જતાં ભરતજી ઠાકોરે કંપનીમાં તપાસ કરાવતાં તે બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેમણે શખસો પાસે નાણાં પરત આપવા માગણી કરતાં તેમણે ખોટા વાયદા કરતા હતા. આથી ભરતજી ઠાકોરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પીએસઆઇ બી.જે.જોશી સહિત સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને ઠગ ટોળકી પૈકીના ઇન્દ્રેકર મેહુલ નવીનચંદ્ર અને ઇન્દ્રેકર રાહુલ નવીનચંદ્રની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે વોન્ટેડ ઇન્દ્રેકર રાકેશ રણજીતભાઇને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

લુસડીયા ગામના બે છાત્રો ખેલ મહાકુંભમાં ગોલ્ડમેડલ જીત્યા

અન્ય સમાચારો પણ છે...