તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોઢેરા નજીક પુષ્પાવતી નદી પર રૂ.13 કરોડના ખર્ચે પુલને મંજૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીતાલુકાના મોઢેરા ગામ નજીકથી પસાર થતી પુષ્પાવતી નદી પર રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા અંદાજીત રૂા.13 કરોડના ખર્ચે પુલ બનાવવા માટે પ્લાન એસ્ટીમેન્ટ મંજુર કરવામાં આવ્યો છે. જેને લઇ આસપાસના સેંકડો ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

મોઢેરા નજીકની પુષ્પાવતી નદીની આસપાસના 20 જેટલી ગ્રામ્યપ્રજાને નદી પર પુલ હોવાના કારણે છેલ્લા 70 વર્ષથી નદીમાં થઇને એક બાજુ થી બીજી બાજુ જવાની ફરજ પડતી હતી. એમાં પણ ચોમાસા દરમિયાન નદીમાં નવા નીર ઉમેરાતાં રસ્તો પણ બંધ થઇ જતો હતો. જેને લઇ મીઠીધારીયાળ ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને પ્રવાસન નિગમના મંત્રી દિલીપ ઠાકોરને અંગે રજૂઆત કરી હતી. જેથી ગ્રામજનોની રજૂઆતને લઇ ધારાસભ્યએ માર્ગ-મકાન વિભાગના મંત્રી નિતિનભાઇ પટેલને રજુઆત કરતાં પુલના બાંધકામ માટે રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા અંદાજીત રૂા.13 કરોડ ખર્ચે પ્લાન એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ મોઢેરાના સુર્ય મંદિર ઐતિહાસીક સ્મારક હોવાના કારણે પુલના બાંધકામ માટે કેન્દ્રના પુરાતત્વ વિભાગની મંજુરી લેવી જરૂરી હોવાથી મંજુરી માટે દરખાસ્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...