તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંખેશ્વરના મકોડીયા ગામમાં વીજળી પડતા યુવાનને ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શંખેશ્વરતાલુકાના મકોડીયા ગામે શનિવારની મોડી સાંજે ગાજવીજ સાથે ખાબકેલા વરસાદ દરમ્યાન ભારે કડાકા સાથે ગામ વચ્ચે વીજળી પડતા ઘરના ચોકમાં એક યુવાન બેભાન થઇને ઢળી પડ્યો હતો.

મકોડીયા ગામે મોડી સાંજે ઠાકોર ધારશી હજુરજી (ઉ.વ.32) તેમના ઘરના ચોકમાં કોઇ વસ્તુ લેવા ગયા હતા. ત્યારે દરમ્યાન વીજળી પડતા તેઓ બેભાન થઇને ઢળી પડ્યા હતા અને શરીર જકડાઇ જવા પામ્યુ હતું. ઘરની ઇલેકટ્રીક ચીજવસ્તુ ટીવી વગેરે બળી ગયા હતા. જે બહુચરાજીથી આવતા યુવાનને બહુચરાજી ડો.માઘુભાઇમાં ત્યાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જેને રવિવારે બપોરે રજા આપી હતી. જોકે વીજળીની અસરથી યુવાનના કમરથી નીચેનો ભાગ શિથીલ (પગ જકળાઇ ગયા ) થઇ જવા પામ્યો હતો. ભારે કડાકાથી વીજળી પડવાથી ગામ લોકો ભયભીત થઇ ગયા હતા . ડોક્ટરે ઇજાગ્રસ્ત યુવાનને ત્રણ-ચાર બોટલ ચઢાવી ઇજેકશનો આપી રવિવારે રજા આપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો