તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમીના વરાણામાં ગુરૂપૂર્ણિમાએ વેદ પૂજન કરવામાં આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીયસંસ્કૃતિને પરમોચ્ચ વૈભવે લઇ જનારા વૈદિક વારસાની જાળવણીના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે વેદપુજનનો કાર્યક્રમ આઇ ખોડલધામ વરાણા ખાતે યોજાશે. વ્યક્તિ પૂજાના દોરમાં આપણે વૈદિક વારસો ભૂલાઇ જાય તે માટે ગોતરકા આશ્રમના સંત નિજાનંદજી બાપુ દ્વારા યોજાનારા કાર્યક્રમમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચારેય વેદનુ સમૂહ પૂજન કરાશે. વર્ષે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર પાટણના સમી તાલુકાના ખોડલધામ વરાણા ખાતે 19 જુલાઇએ વેદપૂજનનો કાર્યક્રમ યોજાશે. સવારે 8.30 કલાકે ચારેય વેદોનું સમૂહપૂજન કરાશે. કાર્યક્રમ અંગે નિજાનંદ બાપુએ જણાવ્યુ હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગુરૂજ્ઞાન અને ગુરૂસાનિધ્યનો અનેરો મહિમા રહેલો છે. ગુરૂ પૂર્ણિમાએ ગુરૂ વંદનાનો અને જ્ઞાન પૂજાનો મહિમાવંતો ઉત્સવ છે. પરંતુ જ્ઞાનનો પણ કોઇ ઉદગમ સ્ત્રોત હોય છે. જેમ કે ગમે તેવી તેટલી વિશાળ જળરાશીની નદી પણ ક્યાંકથી તો ઉદભવતી હોય છે. એજ રીતે આપણી સનાતન પરંપરાના પરમજ્ઞાનનો સ્ત્રોત આપણા વેદો રહ્યા છે. જ્યારથી વેદ આધારીત જીવન ઝંખવાણું છે, ત્યારથી સનાતન ધર્મ પોતાનુ મૂળ સ્વરૂપ ગુમાવી અસંખ્ય સંપ્રદાયના ફાંટાઓમાં ફંટાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો