• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • અમદાવાદ રાયપુરના પગપાળા સંઘે બહુચરાજી માતાજીના મંદિરે લાલ રંગની 1008 ધજા ચડાવી

અમદાવાદ રાયપુરના પગપાળા સંઘે બહુચરાજી માતાજીના મંદિરે લાલ રંગની 1008 ધજા ચડાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શક્તિપીઠ બહુચરાજીમાં રવિવારે ફાગણી પૂનમ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો હતો. પૂનમ નિમિત્તે હજારો માઇભક્તો પગપાળા તેમજ વાહનો લઇ ઊમટી પડી બહુચર મૈયાનાં દર્શન કરી જીવનની ધન્યતા પામ્યા હતા. અમદાવાદના રાયપુરથી આવેલા લીલાબા આનંદ ગરબા માઇમંડળ પગપાળા સંઘ દ્વારા માઇમંદિરના શિખરે ઐતિહાસિક 1008 લાલ ધજા ચડાવી હતી. સંઘમાં 1200થી વધુ ભક્તો જોડાયા હતા. માતાજીના મૂળ સ્થાનક શંખલપુર ગામે પણ શ્રદ્ધાળુઓએ ઊમટી પડી દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તસવીર- હર્ષ મહેતા

અન્ય સમાચારો પણ છે...