તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર ન્યાયમાં પણ સામાજિક ભેદભાવ અપનાવી રહી છે : પાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા ન્યાય પ્રક્રિયામાં પણ સામાજિક ભેદભાવ અપનાવાઇ રહ્યાનો ગંભીર આક્ષેપ પાટીદાર અનામત આંદોલન સમિતિએ લગાવ્યો છે. પાસના કન્વીનર વરુણ પટેલે બુધવારે જણાવ્યું કે, દલિતોના કેસમાં જેટલી ઝડપે પોલીસ સામે પગલાં લેવાયાં, તેટલા પાટીદારોના કેસમાં કેમ નહીં લેવાયાં. 10 મહિના થવા છતાં પાટીદારો ઉપર જુલમ ગુજારનારી પોલીસ સામે કોઇ કાનૂની કાર્યવાહી કરાઇ હતી. જે બતાવે છે કે સરકાર વર્ગો - વર્ગો વચ્ચે ભેદભાવ રાખી રહી છે.

બહુચરાજીમાં હાર્દિક પટેલના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા આવેલા પાસના કન્વીનર વરુણ પટેલે જણાવ્યું કે, દલિતો પરના અત્યાચાર અતિ નિંદનીય છે. ઘટના બતાવે છે કે રાજ્ય સરકાર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઇ છે. દલિતોના કેસમાં રાજ્ય સરકારે તાત્કાલિક પગલાંરૂપે પોલીસને સસ્પેન્ડ કરી દીધા. આવી તત્પરતા પાટીદારોના કેસમાં રાખી હોત તો આજે ગુજરાતમાં અને પાટીદારોમાં માહોલ અલગ હોત.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદમાં શ્વેતાંગ પટેલ કસ્ટોડિયલ ડેથમાં હાઇકોર્ટે એવું કહ્યું હતું કે, ગુંડા અને પોલીસમાં કોઇ ફરક નથી. પ્રથમ દ્રષ્ટિએ કેસમાં પોલીસ ગુનેગાર લાગે છે તેમ છતાં 10 મહિના પછી પણ પોલીસ સામે કોઇ શિક્ષાત્મક પગલાં લેવાયાં નથી. અમારા જે ભાઇઓની હત્યા થઇ છે તેમાં પાટીદાર સમાજ ન્યાયની માંગણી કરી રહ્યો છે. સરકાર જલ્દીમાં જલ્દી દલિતોને ન્યાય આપે, તેજ રીતે પાટીદારોને પણ ન્યાય આપે. કોઇની ઉપર ક્યાંય પણ અત્યાચાર થતા હશે તો પાટીદારો તેમની સાથે છે.

તેમણે રાજકીય અનુસંધાનપાન નં-8

નેતાઓપર પ્રહાર કરતાં કહ્યું કે, પાટીદાર નેતાઓએ દલિત રાજકીય આગેવાનો પાસેથી પ્રેરણા લેવી જોઇએ. કે જેમણે, પોતાની રાજકીય કારર્કિદીની પરવાહ કર્યા વિના સમાજને ખુલ્લો સાથ આપ્યો છે. જે અભિનંદનને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો