તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • બહુચરાજીની રાજેશ્વરી સોસાયટીમાં ચોર ત્રાટક્યા, લોકો જાગી જતાં નાઠા

બહુચરાજીની રાજેશ્વરી સોસાયટીમાં ચોર ત્રાટક્યા, લોકો જાગી જતાં નાઠા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીમાંકાલરી રેલવે ફાટક પાસે આવેલી રાજેશ્વરી સોસાયટીમાં શનિવારે પરોઢે ત્રાટકેલા તસ્કરોએ 3 મકાનોમાં ચોરીનો પ્રયાસ કરી પોલીસને પડકાર ફેંક્યો છે. જોકે, અવાજ થતાં મકાન માલિક જાગી જતાં મોટી ચોરી થતાં અટકી ગઇ હતી.

બહુચરાજી રેલવે ફાટક પાસે આવેલી રાજેશ્વરી સોસાયટીમાં શનિવારે વહેલી સવારે 3-45 વાગે 4 તસ્કરો ઘૂસી આવ્યા હતા અને કાનજીભાઇ દેસાઇ, ડી.કે.પારેખ તેમજ અન્ય એક બંધ મકાનનાં બારી બારણાનાં તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, દરમિયાન અવાજ થતાં ડી.કે. પારેખ નામના મકાન માલિક જાગી જતાં તેમણે બારીમાં નજર કરતાં અજાણ્યો શખસ જણાતાં તેમણે પડકાર કરતાં ચોરો મુઠીઓ વાળીને સોસાયટીનો વરંડો કૂદી પાછળ સમર્પણમાં થઇને ભાગી ગયા હતા. વહેલી સવારે સોસાયટીમાં ચોર આવ્યાની જાણ થતાં રહીશો જાગી ગયા હતા અને સૌના મનમાં ભયનો માહોલ ખડો થયો હતો. જોકે, મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ઉલ્લેખનીય છે કે, બહુચરાજીમાં નજીકના ચીલઝડપ, લૂંટ અને ચોરીના બનાવોમાં વધારો નોંધાયો છે, જેમાં આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...