- Gujarati News
- શંખલપુરમાં જોખમી ભણતર : મારકણાં ઢોર પાસેથી પસાર થવું ફરજિયાત
શંખલપુરમાં જોખમી ભણતર : મારકણાં ઢોર પાસેથી પસાર થવું ફરજિયાત
શંખલપુરમાં જોખમી ભણતર : મારકણાં ઢોર પાસેથી પસાર થવું ફરજિયાત
બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે પ્રાથમિક શાળાના દરવાજા આગળ ઢોર બાંધી તેમજ લાકડાં સહિત ઉકરડા કરાયા હોઇ થતી ગંદકીના કારણે અહીં શાળામાં અભ્યાસ કરતાં 1000થી વધુ બાળકોના આરોગ્ય સામે ખતરો તોળાઇ રહ્યો છે. અા મામલે રજૂઆત કરાયાના ચાર-ચાર માસ વીતવા છતાં નઘરોળ ગ્રામ પંચાયત દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. જ્યારે તાલકા વિકાસ અધિકારીની આંખ આડા કાન કરવાની નીતિના કારણે આવા તત્વો ફાટીને ધુમાડે જઇ રહ્યા છે. તો ગંદકી હટાવવા મામલે તાલુકા પંચાયત દ્વારા પણ મામલતદારને ઊંધા ચશ્મા પહેરાવાયા છે. સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલી છે તેમ જણાવાયું છે, હકીકતમાં આજની તારીખે પણ ઢોર બાંધવામાં આવેલા છે.