• Gujarati News
  • તીર્થધામ બહુચરાજીની પ્રજાએ ભૂગર્ભ ગટરની કામગીરી સમયે વેઠેલી યાતના ફરી

તીર્થધામ બહુચરાજીની પ્રજાએ ભૂગર્ભ ગટરની કામગીરી સમયે વેઠેલી યાતના ફરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તીર્થધામ બહુચરાજીની પ્રજાએ ભૂગર્ભ ગટરની કામગીરી સમયે વેઠેલી યાતના ફરી એકવાર સહન કરવાની તૈયારી રાખવી પડે તેમ છે. હાલમાં હાઇવે શક્તિચોક સર્કલથી શંખલપુર રેલવે ફાટક સુધીના પાલખીપથને રૂ.1.70 કરોડના ખર્ચે આરસીસી બનાવવું કામ છેલ્લા 20 દિવસથી હાથ ધરાયું છે. પરંતુ તંત્ર જાણે વર્ષે પણ લોકોને ખાડામાં નાખવા માંગતું હોય તેમ કામ સાવ મંથર ગતિએ ચાલી રહ્યું છે. એમાંય અેક સપ્તાહથી તો કામ પણ બંધ છે. બીજીબાજુ તંત્રની મહેરબાનીથી પહેલવાન કોન્ટ્રાક્ટરે રોડ પર પડતા બજાર તેમજ ગલીઅોના તમામ રસ્તાની આગળ ઊંડા ખાડા ખોદી નાખ્યા છે. જેના કારણે બજારમાં વાહન લઇને તો ઠીક ચાલતા પસાર થતાં જો ખબર રહે તો હાડકા ખોખરા થઇ જાય તેવી હાલત કરી નાખવી છે. બહુચરાજી મા બહુચરનું શક્તિપીઠ અને મોટું વેપારી મથક હોઇ રોજ હજારો લોકો ખરીદી કરવા અને માના દર્શનાર્થે આવતા હોય છે, જેઓ ભૂલભૂલૈયા જેવા જોખમી રસ્તાના કારણે પારાવાર પરેશાનીનો ભોગ બની રહ્યા છે. એસી ઓફિસોમાં બેસી વહીવટ કરતા અધિકારીઓને પણ જાણે પ્રજાની કંઇ પડી હોય તેમ જણાતું નથી. . /હર્ષ મહેતા

તીર્થધામ બહુચરાજીમાં ખાડારાજ: તંત્ર પહેલવાન, લોકો પરેશાન