• Gujarati News
  • બહુચરાજીના લોકદરબારમાં પોલીસની ખુશામત વધુ થઈ

બહુચરાજીના લોકદરબારમાં પોલીસની ખુશામત વધુ થઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોનાપ્રશ્નો સાંભળી તેનો સ્થળ પરજ ઉકેલ લાવવાના આશયથી રાજ્યના ગૃહવિભાગ દ્વારા શરૂ કરાયેલો પોલીસનો લોક દરબાર માત્ર નાટક\\\' બની ગયો છે. બુધવારે સાંજે બહુચરાજીમાં પોલીસવડાની હાજરીમાં યોજાયેલા લોકદરબારમાં લોકોના પ્રશ્નો કરતાં આગેવાનોએ પોલીસની ખુશામત વધુ કરી હતી. હદ તો ત્યારે થઈ કે, તીર્થધામમાં સમયાતંરે ઘરફોડ ચોરીઓનો સિલસિલો ચાલુ હોવા છતાં સાહેબ આવતાં ઘરફોડ ચોરીઓ સાવ બંધ થઈ ગઈ છે તેવું આગેવાનોએ ઊભા થઈને કહેતાં જાણકારો પણ ઘડીભર માટે માથું ખંજવાળતા રહી ગયા હતા.

બહુચરાજી નારણપુરા વાડીમાં બુધવારે સાંજે જિલ્લા પોલીસવડા જે.આર.મોથલીયાના અધ્યક્ષ સ્થાને પોલીસનો લોકદરબાર યોજાયો હતો. 40થી 45 મિનિટ ચાલેલા કાર્યક્રમમાં માત્ર ચાર પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં બહુચરાજીથી માત્ર 3 કિમીના અંતરે આવેલા ફીંચડી ગામ માં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનો ધડાકો ખુદ સરપંચ ઇશ્વરજી ઠાકોરે કર્યો હતો. બાજુના ફતેપુરા ગામમાંથી રોજ 200 લિટરથી પણ વધુ દારૂ બહુચરાજીમાં ઠલવાતો હોવાની રજૂઆત પણ કરી હતી. જવાબમાં એસપીએ કહ્યું કે, દારૂ સામાજિક અને સાર્વજનિક સમસ્યા છે. કેસ કરવાથી 100 ટકા કંટ્રોલ ના થાય જ્યારે સૌથી મોટી સમસ્યા બજારમાં ટ્રાફિકની છે. જેનો કાયમી હલ લાવવા તેમજ આસજોલ કેનાલમાં અકસ્માત ટાળવા પોલીસ પોઈન્ટ ગોઠવવા માંગ કરાઈ હતી. ટ્રાફિક ઝુંબેશમાં આગેવાનોને જવા દેવાય છે અને ગરીબોને હેરાન કરાય છે તેવી રજૂઆત પણ થઈ હતી એસપીએ પગલાં લેવાની ખાતરી આપી હતી.

પોલીસનીખુશામત ટીકાપાત્ર બની

બહુચરાજીનીવૈજનાથ પાર્ક, અંબિકાનગર, નર્મદાનગર, શિવમ, રાજેશ્વરી, મુધવન, બહુચર સોસાયટી સહિતના સ્થળોએ છેલ્લા માસમાં 10થી વધુ ઘરફોડ ચોરી થઈ છે.

સરપંચને પોલીસે ઘેરી લીધા

ફીંચડીગામનાસરપંચે તેમના ગામમાં દારૂની બદી વકરી હોવાની એસપી સમક્ષ રજૂઆત કરતાં રઘવાઈ બનેલી સ્થાનિક પોલીસે કાર્યક્રમ પૂરો થતાં તેને ઘેરી લીધા હતા અને સરપંચ આવી તો રજૂઆત કરાતી હશે તેમ કહીં બચાવનો પ્રયાસ કર્યો હતો.

કેસ કરવાથી દેશી દારૂ પ્રવૃતિ 100 ટકા બંધ થાય