તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કંપનીની ફ્રેન્ચાઇઝી નામે ~ 3.75 લાખની ઠગાઇમાં ત્રણની ધરપકડ

કંપનીની ફ્રેન્ચાઇઝી નામે ~ 3.75 લાખની ઠગાઇમાં ત્રણની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરખાતે ત્રણ શખ્સોએ ડેટા એન્ટ્રી સહિતની કામગીરી માટે કંપની બનાવી હતી. જેની બહુચરાજીના યુવકને ફેન્ચાઇઝી આપી કંપની સરકાર માન્ય કરી આપવાનું જણાવી કંપની માટે રૂ.25000 જ્યારે સીડી કેસેટ માટે રૂ.3,50,000 ની ડીપોઝીટ લીધી હતી. જોકે, પાછળની કંપની સરકાર માન્ય કરી તેમજ નાણાં પણ પરત આપતાં અંગે મુદ્દે એક માસ અગાઉ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુરના મોન્ટુ શંકરભાઇ ઠાકોર, રાહુલ ધનજીભાઇ કોઇટીયા અને શાર્દુલ ઝાલોરીએ શહેરના ગુરુનાનક ચોક વિસ્તારમાં યશ ઇન્ફો સર્વિસ ડેટા એન્ટ્રી આઉટ સોર્સિંગ કંપની શરૂ કરી હતી. જેની ફેન્ચાઇઝી આપવાની જાહેરાત અખબારમાં આવતા બહુચરાજીના ખોડાભાઇ ચંદુભાઇ પટેલ અને સંદિપ એચ.પટેલે એક વર્ષ અગાઉ પાલનપુર આવ્યા હતા. ત્યારે ડીપોઝીટ પેટે રૂ. 3,75,000 લીધા હતા. જોકે, ફ્રેન્ચાઇઝી સરકાર માન્ય થતાં તેમના ડેટા અેન્ટ્રીની કામગીરીના નાણાં પણ આપી ખોડાભાઇ પટેલને ધમકી આપી હતી. આથી તેમણે 3 સપ્ટેમ્બરે પૂ‌ર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મંગળવારે મોન્ટુ ઠાકોર, રાહુલ કોઇટીયા અને શાર્દુલ ઝાલોરીથી ધરપકડ કરી જેલ માં મોકલી આપ્યા હતા.