• Gujarati News
  • આડાસંબંધમાં યુવકની હત્યા થયાનું ખુલ્યું

આડાસંબંધમાં યુવકની હત્યા થયાનું ખુલ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોઢેરા કેનાલમાંથી મળેલી લાશના કિસ્સામાં ચોંકાવનારો વળાંક: પિતા-પુત્રએ મારી નાખ્યો

બહુચરાજી : બહુચરાજીતાલુકાના મોઢેરા પાસે નર્મદા કેનાલમાંથી મંગળવારે મળી આવેલી લાશના કિસ્સામાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. મરતોલી ગામના મૃતક યુવકને ગામની મહિલા સાથે આડો સંબંધ હોવાની પરિવારજનોને ખબર પડી જતાં મહિલાના પતિ અને તેના સસરાએ ભેગા મળી મારી નાખ્યા બાદ મોઢેરાની સીમમાં કેનાલમાં ફેંકી દીધો હતો. મોઢેરા પોલીસે ફાર પિતા-પુત્ર સામે ખુનનો ગુનો નોંધ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

મરતોલી ગામનો ઠાકોર વિક્રમજી વાઘાજી (25) ગત રવિવારે સવારે બાઈક લઈને પાટણ તાલુકાના કુણઘેર ગામે ચૂડેલ માતાજીનાં દર્શન કરવા માટે જવાનું કહીંને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન મંગળવારે સાંજના સમયે મોઢેરા પાસે નર્મદા કેનાલમાંથી બંને પગ દોરડાથી બાંધેલી હાલતમાં તેની લાશ માળી આવી હતી. મોઢેરા પોલીસે લાશનો કબજો મેળવી બહુચરાજી સિવિલમાં મોકલી આપી હતી. જ્યાં બુધવારે સાવારે પેનલ તબીબોની મદદથી પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં માથાના ભાગે છરી જેવા હથિયારથી ઈજા જોવા મળી હતી. દરમિયાન ઘટના અંગે મૃતકના પિતા ઠાકોર વાઘાજી પ્રતાપજીએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે મૃતક વિક્રમજીને ગામના ઠાકોર રામસંગજી કુવરજીની પત્ની સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી રામસંગજી અને તેના પિતા ઠાકોર કુવરજી વિરમજીએ કાવતરું રચી અજાણી જગ્યાએ અનુસંધાનપાના નં.8

મારમારી મોઢેરાની સીમમાં કેનાલમાં ફેંકી દીધો હોવાનું જણાવ્યું હતું.

કોલ ડિટેઈલ આધારે તપાસ

મોઢેરા પીએસઆઈ ડી.જે.ચૂડાસમાના જણાવ્યા મુજબ, ઘટનાને પગલે બંને આરોપી પિતા-પુત્ર ભાગી ગયા છે. મોબાઈલ કોલ ડિટેઈલના આધારે તેમના લોકેશન સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. મૃતકના બાઈક અંગે પણ શોધખોળ ચાલી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓ પકડાઈ જશે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.