Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘દલિતોના કેસમાં જે ઝડપે પગલાં લેવાયાં તેમ પાટીદારોમાં કેમ નહીં ?’
રાજ્યસરકાર દ્વારા ન્યાય પ્રક્રિયામાં પણ સામાજિક ભેદભાવ અપનાવાઇ રહ્યાનો ગંભીર આક્ષેપ પાટીદાર અનામત આંદોલન સમિતિએ લગાવ્યો છે. પાસના કન્વીનર વરુણ પટેલે બુધવારે જણાવ્યું કે, દલિતોના કેસમાં જેટલી ઝડપે પોલીસ સામે પગલાં લેવાયાં, તેટલા પાટીદારોના કેસમાં કેમ નહીં લેવાયાં. 10 મહિના થવા છતાં પાટીદારો ઉપર જુલમ ગુજારનારી પોલીસ સામે કોઇ કાનૂની કાર્યવાહી કરાઇ હતી. જે બતાવે છે કે સરકાર વર્ગો - વર્ગો વચ્ચે ભેદભાવ રાખી રહી છે.
બહુચરાજીમાં હાર્દિક પટેલના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા આવેલા પાસના કન્વીનર વરુણ પટેલે જણાવ્યું કે, દલિતો પરના અત્યાચાર અતિ નિંદનીય છે. ઘટના બતાવે છે કે રાજ્ય સરકાર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઇ છે.
દલિતોના કેસમાં રાજ્ય સરકારે તાત્કાલિક પગલાંરૂપે પોલીસને સસ્પેન્ડ કરી દીધા. આવી તત્પરતા પાટીદારોના કેસમાં રાખી હોત તો આજે ગુજરાતમાં અને પાટીદારોમાં માહોલ અલગ હોત.