તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ પોલીસ કર્મચારીની પશુ પંખીને ખોરાક આપવાની દિનચર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢપોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જવાનના મોટર સાઇકલનું હોર્ન વાગે ત્યારે સ્વાનો અને પંખીઓ દોડીને તેમની પાસે આવી જાય છે. અને તેમને જવાન દ્વારા ખોરાક આપવામાં આવે છે.

અમીરગઢ પોલસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં રાજુભાઇ કાન્તીભાઇ સુથારે જણાવ્યું હતું કે, ‘હું નાનો હતો ત્યારે મારા માતા-પિતા પંખીઓને ચણ અને સ્વાનોને બિસ્કીટ આપતાં હતા. તેમની પ્રેરણાથી આજે પણ હું જે ગામમાં નોકરી કરું તે ગામના શ્વાનોને બિસ્કીટ અને પંખીઓને ગાંઠીયાનો નાસ્તો આપું છું. કાર્યમાં પ્રતિદિન અંદાજે રૂ. 250 નો ખર્ચ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કોન્સ્ટેબલ જ્યારે પોતાના મોટરસાયકલનું હોર્ન વગાડે ત્યારે સ્વાનો અને પંખીઓ દોડીને તેમની પાસે જાય છે. અને નાસ્તાની મજા માણી સંતોષ અનુભવે છે.

અમીરગઢના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મુંગા પશુ-પંખીઓને પ્રતિદિન ખોરાક અપાય છે. તસવીર-ભવરમીણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો