તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળામાં શિક્ષકો દારૂ પાર્ટી કરતા હોવાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢતાલુકાના જોરાપુરા ગામે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળા આચાર્યની બદલીને લઇ તેમજ કેટલાક શિક્ષકો દ્વારા દારૂની પાર્ટીઓ થતી હોવાના ગંભીર મૌખિક આક્ષેપોને કારણે છેલ્લા એક અઠવાડીયાથી ચર્ચાસ્પદ બની છે. જો કે, શુક્રવારે અધિકારીઓએ શાળામાં દોડી આવી આચાર્યને પુન: ચાર્જ સોંપ્યો હતો અને વાલીઓના આક્ષેપોની તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો.

અમીરગઢ તાલુકાના જોરાપુરા ગામે વર્ષ 2003માં આવેલી આદર્શ નિવાસી કન્યા શાળા શરૂ કરાઇ હતી. જેમાં વર્તમાન સમયે ધોરણ-1 થી 11 ના ચાલતા વર્ગોમાં અંદાજે 130 જેટલી કન્યાઓ અભ્યાસ કરે છે. પરંતુ થોડાક દિવસ અગાઉ આચાર્યની બદલી થઇ જતાં વાલીઓ રોષે ભરાયા હતા. અને િવદ્યાર્થીનીઓને સાથે રાખી આચાર્યની બદલી રોકવા જિલ્લા વહિવટી તંત્રમાં રજૂઆત કરાઇ હતી. તેમજ સ્ટાફના કેટલાક શિક્ષકો દારૂની પાર્ટી કરતા હોવાના મૌખિક આક્ષેપો કર્યા હતા. દરમિયાન શુક્રવારે નાયબ કલેકટર અને પ્રાયોજના અધિકારી જોરાપુરની શાળાએ દોડી આવ્યા હતા. તો બીજી તરફ વાલીઓ પણ ઉમટી પડતા કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે અમીરગઢ પીએસઆઇ એમ.જે. ચૌધરીએ પોલીસ સ્ટાફ સાથે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અઠવાડીયાથી ચાલતા પ્રશ્નનો હલ આવતાં છત્રોએ શાળામાં પ્રવેશ કર્યો હતો અને આવનારી પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગઇ હતી.

નાયબ કલેકટર અને પ્રાયોજના અધિકારી શાળાએ દોડી આવ્યા

પરીક્ષાને ધ્યાનમાં રાખી કન્યાઓને શાળામાં મુકી

‘પરીક્ષાઆવતી હોવાથી કન્યાઓને પુન: શાળાએ અભ્યાસ અર્થે મોકલવામાં આવી છે પરંતુ જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વાલીઓ પુન: ઉગ્ર આંદોલન કરે તેવી સંભાવના છે.’ > શંકરભાઇમાણસા (તા.પં. પ્રમુખ, અમીરગઢ)

અન્ય સમાચારો પણ છે...