તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • ટ્રેઇલરના ચાલકે બ્રેક મારતાં કારચાલક જજમેન્ટ લઇ શક્યો ત્રણેય મૃતકો અને એક ઇજાગ્રસ્ત સાણંદ વતન

ટ્રેઇલરના ચાલકે બ્રેક મારતાં કારચાલક જજમેન્ટ લઇ શક્યો ત્રણેય મૃતકો અને એક ઇજાગ્રસ્ત સાણંદ વતની હોવાનું ખુલ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લાના અમીરગઢ પોલીસ ચેકપોસ્ટને અડીને આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટે રવિવારે સાંજે ઉભેલા ટ્રેઇલરની પાછળ એક કાર ધડાકાભેર ઘુસી ગઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલી ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે એકને ગંભીર ઇજા થવા પામી હતી. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

અમીરગઢ પોલીસ ચેકપોસ્ટને અડીને આવેલી રાજસ્થાનની માવલ આરટીઓ ચેકપોસ્ટે રવિવારે સાંજના સુમારે આબુરોડ તરફથી આવતું ટ્રેઇલર નં. આરજે-07-જીએ-9606 ના ચાલકે બ્રેક મારી હતી. તે વખતે પાછળથી પૂરઝડપે આવી રહેલી રીટઝકાર નં. જીજે-1-આરએ-9592 નો ચાલક જજમેન્ટ લઇ શકતા કાર ધડાકાભેર ટ્રેઇલરની પાછળ ઘુસી ગઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં કારમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઇજા થતાં આબુરોડ ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં લોકો દોડી ગયા હતા, મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આબુરોડ તાલુકા પોલીસે ત્રણેયના મૃતદેહો આબુરોડ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા.

મૃતદેહોને પીએમ માટે આબુરોડ દવાખાને ખસેડાયા

નેગેટિવ ન્યૂઝ

માત્ર અે નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

માવલ ચેકપોસ્ટે રવિવારે સાંજે ટ્રેઇલરની પાછળ પુરઝડપે આવી રહેલી રીટઝકાર ધડાકાભે ઘુુસી જતાં ત્રણ મુસાફરોના કારની અંદર મોત નિપજ્યા હતા. તસવીર-ભવરમીણા

અન્ય સમાચારો પણ છે...