તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અમીરગઢના કીડોતર ગામે યુવકનો મૃતદેહ મળ્યો

અમીરગઢના કીડોતર ગામે યુવકનો મૃતદેહ મળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢતાલુકાના કીડોતર ગામની સીમમાં ખેતરમાં રહેતા પરિવારના એક યુવકનો મૃતદેહ ઘરની નજીકથી શંકાસ્પદ હાલતમાં મળતાં ચકચાર મચી ગઇ હતી. અંગે પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમીરગઢ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કીડોતર ગામની સીમમાં ખેતરમાં પરિવાર સાથે રહેતા અમરતજી ભેરાજી ઠાકોરના પુત્ર વિઠ્ઠલજી (ઉં.વ.30) નો મૃતદેહ સોમવારની રાત્રે ઘરની નજીકથી મળી આવ્યો હતો. જે અંગે મૃતકના પિતા અમરતજીએ જાણ કરતાં પોલીસે મંગળવારે અકસ્માતે મોતનો ગૂનો નોંધી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી મૃતદેહ વારસદારોને સોંપ્યો હતો.

અંગે અમીરગઢ પીએસઆઇ જણાવ્યું હતું કે, ‘હાલ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે. જો કે, મૃત્યુનું સાચું કારણ પીએમ રીપોર્ટ બાદ જાણી શકાશે.

દિવ્ય ભાસ્કર મોબાઈલએપ ડાઉનલોડ કરો અને જીતો ઈનામ

(તા. 18ના વિજેતાઓ)

મહેતા તેજસ નડિયાદ

પ્રજાપતિનિલેશ વલસાડ

ચુડાસમાઅજિતસિંહ સાણંદ

મેસવાણિયામહેશભાઈ મહેસાણા

પટેલકુલદીપ અંજાર

સોલંકીસંજયકુમાર પોરબંદર

ધોલિયાપ્રવિણભાઈ કેશોદ

આગામી દિવસોના વિજેતાઓ માટે જોતા રહો જગ્યા