તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતી પર ગામના શખસે દુષ્કર્મ આચરતાં ચકચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢતાલુકાના નિચલાબંધ ગામે રહેતી એક આદિવાસી યુવતી પર ગામના શખસે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સાત માસ બાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઈ ચકચાર મચી ગઈ છે.

બનાવની વિગત એવી છે કે, તાલુકાના નીચલાબંધ ગામે રહેતી એક 30 વર્ષિય આદિવાસી મહિલા પર ગામમાં રહેતા વસના નાનાભાઇ ભગોરાએ સાત માસ અગાઉ બળજબરીથી જંગલ વિસ્તારમાં લઇ જઇ દુષ્કૃત્ય આચર્યું હતું. બનાવ બાદ આરોપીએ ભોગ બનનાર યુવતીને કોઇને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની જાણ સાત માસ બાદ પોલીસને કરવામાં આવતાં પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો