તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનપુરા (વી) ગામે દીપડાના મુખમાંથી વાછરડાને બચાવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપડાને પકડવા વનવિભાગનો પનો ટૂંકો , લોકો બહાર નીકળતાં ફફડે છે

અમીરગઢતાલુકાના ધનપુરા (વી) ગામના જંગલ વિસ્તારમાં આવેલા નાળવાસ વિસ્તારમાં બે દિવસ અગાઉ દીપડાએ વાછરડા પર હૂમલો કર્યો હતો. જો કે, આદિવાસીઓએ વાછરડાને મોતના મુખમાંથી બચાવી લીધું હતું.વનવિભાગે તપાસ હાથ ધરી છે પરંતુ દીપડો પકડાતો નથી.

અમીરગઢપંથકમાં દીપડાનો આતંક વધી ગયો હોવાથી પ્રજામાં ભયનું મોજું ફરી વળ્યું છે. દીપડો પંદર દિવસ અગાઉ વેરા ગામે એક બાળક ઉપર ત્રાટક્યો હતો. જેને તેની માતાએ બચાવ્યો હતો. એજ રીતે બે દિવસ અગાઉ રાત્રીના સમયે ધનપુરા (વી) ગામ પાસે આવેલા નાળવાસ વિસ્તારમાં રહેતા રાજાભાઇ રાવતાભાઇ ધ્રાંગીના ઘર આગળ વાછરડું ઉભું હતું. ત્યારે અચાનક આવેલો દીપડો વાછરડાને ઉપાડી જઇ રહ્યો હતો. પરંતુ વાછરડાનો અવાજ સાંભળી દોડી આવેલ હીરાભાઇ ધ્રાંગી અને રાજાભાઇ ધ્રાંગીએ દીપડા પર લાકડાનો વાર કરતાં દીપડો વાછરડાને મૂકીને નાસી છૂટ્યો હતો.

વન વિભાગે તપાસ હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો