તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદલામાં મહિલાની મશ્કરી કરતાં યુવકની હત્યા કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢતાલુકાના ભેદલા ગામ નજીક રવિવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાની મશ્કરીના મુદ્દે તેની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.

પીએસઆઇ કે.વાય.વ્યાસે જણાવ્યુ હતુ કે, પેડચોળી ગામના ભાનુભાઇ હરીભાઇ ઘ્રાંગી(ઉ.વ.19)નો મૃતદેહ રવિવારે ભેદલા ગામની સીમમાંથી પસાર થતી બાલારામ નદીના પટમાંથી મળી આવ્યો હતો. બનાવના પગલે આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જોકે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ કરતા યુવકને લોખંડની પાઇપ ફટકારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનુ ખુલ્યું છે. પોલીસે બુધ‌વારે મૃતકના સગા પેડેચોળીના મહેન્દ્રભાઇ ઉર્ફે લાલુભાઇ લાડુભાઇ ધ્રાંગીની ફરીયાદના આધારે ભેદલા ગામના સાપીયાભાઇ ભેરાભાઇ ગમાર સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સાપીયાભાઇની પુત્રવધુની મહેન્દ્રભાઇ તેમજ ભાનુભાઇએ મશ્કરી કરી હોવાની શંકાએ માથાના ભાગે લોખંડની પાઇપ ફટકારી મોતના ઘાટે ઉતારી દેવાયો હોવાનુ ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો