તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇકબાલગઢ પાસે રોંગસાઇડેે આવતી ગાડીની ટક્કરથી બાઇકચાલકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢતાલુકાના ઇકબાલગઢ હાઇવે પર રવિવારના સવારે ઇકો વાહન ચાલકે રોંગસાઇડે વાહન ચલાવી મોટરસાયકલને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. યુવક રાજસ્થાન પરિવારને મળવા જતો હતો.

ઇકબાલગઢ આઉટ પોલીસ ચોકીના જમાદાર ચમનલાલે જણાવ્યું હતું કે, રાજસ્થાન તરફથીઆવતી ઇકો ગાડીનં.જીજે.8એજે.8603ના ચાલકે રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી સામેથી આવતા મોટર સાયકલ નં.જીજે.24.એસી.-1509 ને ટક્કર મારી હતી. જેમાં મોટર સાયકલ ચાલક જાલોર જિલ્લાના જોગાવા ગામના નવારામ સાકળાજી મેઘવાળ(ઉ.વ.19)ને ગંભીર ઇજા થતાં તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવના પગલે પોલીસ અને 108 ના પાયલટ લવજીભાઇ તેમજ ઇએમટી ભાવીનભાઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવક રાજસ્થાનથી ગુજરાતમાં મજૂરી અર્થે આવેલો હતો. અને રવિવારે તેઓ સિદ્ધપુરથી વતનમાં પરિવારને મળવા જઇ રહ્યો હતો. તે સમયે રસ્તામાં કાળ ભરખી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો