ઢોલિયા ગામે કાકાનું કાસળ કાઢનારો ભત્રીજો ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામમાં કાકાને મોતને ઘાટ ઉતારનાર ભત્રીજાને અમીરગઢ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આડાસબંધની શંકાના પગલે ભત્રીજાએ કાકાનું ખુન કર્યું હતું.

અમીરગઢના ઢોલિયા ગામે સોમવારના સાંજના આશરે છ વાગ્યાના સુમારે સુરેશ સાબુભાઈ ડાભીએ પોતાના સગા કાકા રમેશભાઈ તેજાભાઈ ડાભીના ઉપર પોતાના પરિવારની સ્ત્રી સાથે આડા સબંધ રાખે છે તેવી શંકાના આધારે ધારીયાના ઘામારી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો.ફરાર આરોપીને ઝડપી પાડવા અમીરગઢ પોલીસે ટીમો બનાવી બાતમીના આધારે ઢોલીયા ગામના સુરેશને મંગળવારે વિરમપુરથી ઝડપી લીધો હતો.

અમીરગઢના ઢોલિયા ગામે કાકાનું કાસળ કાઢનાર ભત્રીજાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.તસવીર-ભવર મીણા

અન્ય સમાચારો પણ છે...