તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીરગઢમાંથી જીપડાલાના ગુપ્ત ખાનામાંથી એક લાખનો દારૂ જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢપોલીસે સોમવારની વહેલી સવારે વાહન ચેકિંગ દરમિયાન ચેકપોસ્ટ પર થી રૂ 1 લાખ ના દારુ સાથે એક શખસને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

અમીરગઢ પોલીસે બાતમીના આધારે સોમવારની વહેલી સવારે અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર આવતા જતા વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા દરમિયાન રાજસ્થાન તરફથી આવતા જીપડાલા નંબર જીજે 13 વી 7379 ને રોકવી તલાશી લેતા ડાલામાં બનાવેલા ગુપ્ત ખાનામાં સંતાડીને લઈ જવાતો રૂ,104800 ની કિંમત ની બિયર,દારૂ બોટલ નંગ 596 તેમજ ડાલા અને મોબાઈલ આમ કુલ રૂપિયા 4, 05300 ના મુદ્દા માલ સાથે રાજસ્થાનના ડુંગરપુરના તલેયાના મોતી ભાઈ દોલતરામ મીણાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે જ્યારે અન્ય 2 વ્યકિતઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...