• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • 150 છાત્રો અને રહીશો જીવના જોખમે કાકવાડા નજીક નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર

150 છાત્રો અને રહીશો જીવના જોખમે કાકવાડા નજીક નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ| અમીરગઢતાલુકાના કાકવાડા નજીકથી પસાર થતી બનાસનદીમાં હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ હોઇ અહીં રપટ હોવાના લીધે 150 જેટલા છાત્રો જીવના જોખમે સ્કૂલે જાય છે.અને લોકો પણ અવરજવર કરી રહ્યા છે.જોકે અહીં રપટ પ્રજાની માંગને તંત્ર અવગણું કરી રહ્યું હોવાનો આક્ષેપ પ્રજા કરી રહી છે.કાકવાડા ગામના કરસનભાઈ ઠાકોર,સિવદાસભાઈ પટેલ,મફાજી સહિત ગામ લોકો જણાવ્યું હતું કે ઇસવાણી,ભીલવાસ,ગણેશ ફાર્મ, સોનવાડી,ગોળીયું વિસ્તારમાં વસવાટ કરતી પ્રજાના અંદાજે 150 જેટલા બાળકો કાકવાડા,અમીરગઢ સ્કૂલમાં અભ્યાસ માટે આવે છે.પરંતુ રસ્તામાં બનાસ નદીમાં પાણીનું વહેણ ચાલતું હોવાથી છાત્રોને સ્કૂલે જીવના જોખમે આવવું પડે છે. તે ઉપરાત કાકવાડા ગામના લોકોના ખેતરો મોટા ભાગે નદીના સામેના ભાગે આવેલા હોવાથી ખેડૂતોને પણ અનેક પરેશાની વેઠવી પડે છે.ગામ લોકો જણાવ્યું હતું કે નદી પારના લોકોને બીમારીના સમયસર વાહન મળતા અને જે મળે તે પણ અંદાજે 13 કિ.મી.ફરીને આવતા હોવાથી પ્રજાએ સમય અને પૈસાનો બગાડ કરવો પડે છે.તો માર્ગ પર તંત્ર દ્વારા રપટ બનાવવામાં આવે તેવી માંગ કરી છે. જોકે , અગાઉ કરેલી માંગો ને તંત્ર ધ્યાને રાખતા પ્રજા દુઃખ વેડવું પડે છે.તસવીર- ભવરમીણા

અન્ય સમાચારો પણ છે...