તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીરગઢમાં ગટર કામગીરીની ચાર વર્ષ બાદ તંત્ર દ્વારા તપાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢમાંઅંદાજે ચાર વર્ષ અગાઉ ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન ગામના જાહેર તેમજ ગળી મોહલ્લાના માર્ગો તૂટી ગયા હતા. જે માર્ગો જે-તે સમયે ગટર કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કરવાનું હતું અને તૂટી ગયેલા માર્ગો જે-તે સમય બનાવવામાં આવ્યા હતા. જે કામ પૂર્ણ થયું કે નહીં તેની ચકાસણી તંત્રેએ કરવાની હોય છે ત્યારે ગુરુવારે ચાર વર્ષ બાદ ગાંધીનગર અધિક વિકાસ કમિશ્નર, જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આમ સરકારી અધિકારીઓના કાફલાને જોઇ લોકોમાં અનેક તર્ક-વિતર્કો ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...