તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • Amirgarh અમીરગઢમાં ભાઇ બહેન શંકાસ્પદ ડેન્ગ્યૂની ઝપટમાં, તંત્રમાં દોડધામ

અમીરગઢમાં ભાઇ-બહેન શંકાસ્પદ ડેન્ગ્યૂની ઝપટમાં, તંત્રમાં દોડધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢમાં રહેતા પરિવારના બે બાળકોને તાવ આવતો હતો. જોકે તાવના લક્ષણો જોઈ પરિજનો બાળકોને પાલનપુર ખાનગી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં રિપોર્ટના આધારે ડોક્ટર દ્વારા ડેન્ગ્યુ થયાનું જણાવતા પરિવાર ચિંતિત થયો હતો.

આ અંગે પરિવારે જણાવ્યું હતું કે ‘અમારા બે બાળક યસ્વી (ઉં.વ.11) અને હાર્દ (ઉં.વ.9) ને તાવ આવતા પાલનપુર સારવાર માટે ત્રણ દિવસ અગાઉ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટર દ્વારા ડેન્ગ્યુ થયાનું જણાવતા આજે ત્રણ દિવસથી બન્ને ભાઇ-બહેન પાલનપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છેકે અમીરગઢ આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન તેમજ ત્યાર બાદ રોગચાળો અટકાવવા અગાઉ થી કરવા માં આવતી પોરાનાશક ,તેમજ દવા છટકાવ ની કામગીરી કરવા માં આળસ દાખવવામાં આવતા અમીરગઢ માં શંકાસ્પદ ડેન્ગ્યુ ના કેસો જણાઈ આવ્યા છે. અમીરગઢ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ડી.બી.મહેતાનો સંપર્ક કરતા તેઓએ આ બાબતે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું અને જિલ્લાના અધિકારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...