તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આબુમાં અમદાવાદના ચાર શખસો જુગાર રમતાં ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માઉન્ટ આબુનું બજાર છેલ્લા ચાર દિવસથી સજ્જડ બંધ રહી રવિવારે પાંચમા દિવસે ખૂલ્યું હતું. ત્યારે સંત સરોવર નજીક ખુલ્લામાં જુગાર રમાતો હોવાની પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતા ગુજરાતના અમદાવાદના 1. સંજય ગીરધરભાઇ સુથાર (રહે.અમરાઇવાડી),2. હિતેશ રવજીભાઇ પટેલ (રહે.નિકોલ),3. અશ્વિન હરગોવિંદભાઇ મિસ્ત્રી (રહે.અમદાવાદ),4. ઉમેશ રજનીભાઈ મિસ્ત્રી (રહે.અમદાવાદ)સહિત ચાર શખસો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી કુલ રૂપિયા 56,140 રોકડ કબજે લઇ પોલીસે ચારેય શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...