તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • અમીરગઢ પોલીસે માતા પિતાથી વિખુટાં પડેલા ચાર વર્ષના બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

અમીરગઢ પોલીસે માતા-પિતાથી વિખુટાં પડેલા ચાર વર્ષના બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢના વિરમપુરમાં સોમવારે સાંજે એક જીપગાડીના ચાલકને ચાર વર્ષનું નાનું બાળક મળી આવ્યું હતું. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસે બાળકને રાત્રે પોતાની પાસે રાખી બીજા દિવસે મંગળવારે ઇલેકટ્રોનિક મિડીયા તેમજ સોશીયલ મિડીયાને આધારે મા-બાપને શોધી કાઢી બાળકને સોંપ્યું હતું.

િરમપુર આઉટ પોસ્ટના એએસઆઇ જશવંતકુમારને જાણ કરતા તેઓએ બી.આર.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર અમીરગઢના માર્ગદર્શન મુજબ નાના બાળકને પૂછપરછ કરતા તેના ગામ-નામ તથા વાલી બાબતે કોઇ સમાચાર મળેલ ના હોઇ બાળકને પિતાની હૂંફ પુરી પાડી મંગળવારે તેઓએ સઘન પ્રયત્નો હાથ ધરી પોતાની સૂઝબૂઝના આધારે બાળક બાબતે સોશીયલ મિડીયાના માધ્યમથી તપાસ કરાવી ઉપરોક્ત બાળક ભારમાભાઈ દિતાભાઈ માણસા (રહે.ડુંગરપુરા,તા. અમીરગઢ) ના મા-બાપને શોધી કાઢી બાળકનો કબજો તેના માતા-પિતાને સોંપ્યો હતો. આમ પોલીસના માનવીય અભિગમને સાર્થક કરતું તથા પોલીસ પ્રજાનો મિત્ર તથા પ્રજાના સુખે સુખી તથા દુખે દુ:ખી તે વાક્યને ચરિતાર્થ કરેલ છે. ઉપરોક્ત બાળકને તેના દાદા વિરમપુરથી જીપમાં બેસાડી તેના મા-બાપ પાસે ઉકરડા ગામે મોકલતી વખતે જીપ ડ્રાયવરને તેને ઉકરડા ઉતારવાનું કહેવાનું ભૂલી જવાથી બાળક બે દિવસ માતા પિતાથી વિખૂટું પડી ગયેલ હોવાનું જણાઇ આવેલ છે.

બાળકનું પરિવાર સાથે મિલન તસવીર-ભવર મીણા

અન્ય સમાચારો પણ છે...