તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દફતર માથા પર મૂકી, ઢીંચણસમા પાણીમાં ઉતરવાનું... તો સ્કૂલે જવાય !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દફતર માથા પર મૂકી, ઢીંચણસમા પાણીમાં ઉતરવાનું... તો સ્કૂલે જવાય !

અમીરગઢ તાલુકાના ઇસવાણી, સોનવાડી, ગણેશપુરા તેમજ ભીલવાસના 80 જેટલા છાત્રોની કમનસીબી છે કે, તેમના રહેવાના અને ભણવાના સ્થળો વચ્ચે બનાસ નદી પસાર થાય છે. ચોમાસામાં નદીમાં પાણી આવે એટલે કિકોતરમાં આવેલી શાળાએ જવાનો રસ્તો બંધ, જૂની રરોહ, ડાભેલાના રસ્તા પરરથી જવું હોય તો પાંચ કિલોમીટરનું અંતર વધી જાય અને તેમાંયે વચ્ચે નદી તો છે જ. પાણી ઢીંચણસમા ઓસરે એટલે વાલીઓ બાળકોને શાળાએ મુકવા જાય. ભુલકાઓ પોતાના દફતર માથા પર મૂકીને પાણીમાર્ગ પસાર કરતા હોય ત્યારે ભાર વિનાના ભણતર અને સ્કૂલ ચલે હમ ના સરકારી સૂત્રો કેટલા બોદા છે નજર સામે તરવરી ઊઠે.કીડોતરના સરપંચ પાનાબેન વાઘડીયા કહે છે કે, આઠ આઠ વર્ષથી રજૂઆત કરી છે પણ કામ થતુ નથી. ધારાસભ્ય કાંતીભાઇ ખરાડીએ કહ્યું, કોઝ-વે રપટ બનાવવા દરખાસ્ત રાજ્યકક્ષાએ મોકલી છે. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો