• Home
  • Uttar Gujarat
  • Palanpur District
  • Amirgadh
  • Amirgarh પ્રવાસમાં જઈ રહેલી લક્ઝરી ઝાડ સાથે અથડાતાં સેવકનું મોત, 40 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

પ્રવાસમાં જઈ રહેલી લક્ઝરી ઝાડ સાથે અથડાતાં સેવકનું મોત, 40 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

Amirgarh - પ્રવાસમાં જઈ રહેલી લક્ઝરી ઝાડ સાથે અથડાતાં સેવકનું મોત, 40 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:01 AM IST
અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીકથી બુધવારે સ્કૂલના બાળકો ભરી પસાર થતી ખાનગી બસના ચાલકે ગાયને બચાવવા જતાં બસ રોડની સાઈડે ઉતરી જઈ ઝાડ સાથે ટકરાઇ હતી. જેમાં સ્કૂલના પટાવાળાનું મોત થયું હતું. જ્યારે 40 બાળકોનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

પાટણ જ્ઞાન મંદિર હાઇસ્કૂલના બાળકોને ભરીને અંબાજી પ્રવાસે જતી ટ્રાવેલ્સ બસ નંબર જીજે-14-વી-5055 બુધવારે અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીકથી પસાર થઇ રહી હતી. દરમિયાન અચાનક રોડ વચ્ચે ગાય આવી જતા ગાયને બચાવવા જતા બસ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ધડાકાભેર ટકરાઇ હતી. આ બનાવ બનતા બાળકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ભયભીત થયેલા બાળકોએ બુમ રાડ કરતા આજુબાજુના આદિવાસી લોકોના ટોળે ટોળા બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીક સ્કૂલ પ્રવાસ બસને અકસ્માત નડ્યાની જાણ તંત્રને થતા પોલીસ અને અમીરગઢ 108 ના પાઇલોટ અરવિંદ ભાઇ તેમજ ઈએમટી ભાવિનભાઇ સ્થળ પર દોડી બચાવ કામગીરી હાથ ધરી હતી.તેમજ ઝાડ અને બસ વચ્ચે ફસાયેલા સ્કૂલના પટાવાળાને બહાર નીકળવા જહેમત ઉઠાવી હતી. જો કે, સ્કૂલના પટાવાળા દિપકકુમાર ભોગીલાલ પ્રજાપતિ (ઉં.વ.40) નું ઘટના સ્થળે મોત થયું હતું.જ્યારે બાળકો સહિત સ્ટાફનો આબાદ બચાવ થયો હતો.ટ્રાવેલ્સ બસને અકસ્માત નડ્યા બાદ ભયભીત થયેલા બાળકોને સલામત રીતે ડાભેલી ગામની પ્રાથમિક સ્કૂલમાં લઇ જવાયા હતા.

ગાયને બચાવવા જતાં કાબુ ગુમાવતાં ઝાડ સાથે ટકરાઇ હતી.

X
Amirgarh - પ્રવાસમાં જઈ રહેલી લક્ઝરી ઝાડ સાથે અથડાતાં સેવકનું મોત, 40 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી