તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખણીનું CHC સ્વચ્છતા કામગીરીમાં જિલ્લામાં પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખણી : 15મી ઓગસ્ટના દિવસે અમીરગઢમાં યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઊજવણી દરમિયાન ભારત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત લાખણી સામૂહિક આરોગ્ય કેન્દ્રને સ્વચ્છતાને લગતી ઉત્કૃષ્ટ કામગીરીમાં જિલ્લામાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. જેથી લાખણી સામૂહિક કેન્દ્રના અધિક્ષક ડૉ. શૈલેશકુમાર આનંદને રાજ્યના પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગના રાજ્યમંત્રી પરબતભાઇ પટેલ દ્વારા કાયાકલ્પ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યકક્ષાએથી આવેલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેથી સમગ્ર લાખણી તાલુકામાં આનંદની લાગણી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...