ઇકબાલગઢ ગૃપ પંચાયતના સફાઇ કામદારોની પગાર મામલે હડતાળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢતાલુકાની ઇકબાલગઢ ગૃપ ગ્રામ પંચાયત દ્વારા સાફસફાઇ માટે 21 જેટલા કામદારો મુકવામાં આવ્યા છે. જેમને નિયમિત પગાર ચૂકવવામાં આવતો નથી. તેમજ પગાર વધારાની માંગણી પણ સ્વીકારવામાં આવતી હોવાના આક્ષેપો સાથે ગુરુવારથી હડતાળ ઉપર ઉતરી ગયા હતા.

ઇકબાલગઢ ગૃપ ગ્રામ પંચાયતના તાબાહેઠળ આવતા મુખ્ય માર્ગ, ગલી, મહોલ્લામાં સમયસર સફાઇ થાય તે માટે પંચાયત દ્વારા ર1 જેટલા સફાઇ કામદાર રાખેલા છે. જેમને સમયસર પગાર મળતો નથી. તેમજ પગાર વધારાની માંગને પંચાયતના સત્તાધીશો અવગણના કરતા હોવાથી તમામ સફાઇ કામદારો ગુરુવારથી હડતાળ પર ઉતરી ગયા છે. અંગે સફાઇ કામદારોએ ગ્રામ પંચાયતમાં લેખિતમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે પગાર વધારો અને સમયસર પગાર ચુકવવામાં નહીં આવે ત્યાં સુધી અમો ગામની સફાઇ કરીશું નહીં અને ગામમાં ફેલાતી ગંદકીથી કોઇ રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી પંચાયતની રહેશે. બાબતે ઇકબાલગઢ પંચાયતના તલાટી મનીષભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘સફાઇ કામદારોના પ્રશ્નનો યોગ્ય નિકાલ લાવવામાં આવશે.’

ઇકબાલગઢ પંચાયત ચર્ચાના ચગડોળે ચઢી

ઇકબાલગઢપંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત થઇ હોવાથી પંચાયતી રાજમાં ખળભળાટ મચી છે. ત્યારે સફાઇ કામદારો પણ હડતાળ પર ઉતરી જતાં ઇકબાલગઢ પંચાયત ચર્ચાના ચગડોળે ચઢી છે.

અન્ય સમાચારો પણ છે...