અમીરગઢના તબીબોનો નાથબાવા જ્ઞાતિની સારવાર ન કરવાનો નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢમાં અઠવાડિયા અગાઉ ખાનગી દવાખાનામાં સારવાર બાદ બાળકનું મોત થયાના આક્ષેપ સાથે નાથબાવા જ્ઞાતિના ટોળાએ ડોક્ટર પર હુમલો કર્યો હતો. આવી ઘટના પુન:ના બને તે માટે હુમલો કરનાર લોકોની સારવાર ના કરવાનો નિર્ણય તાલુકાના તબીબોએ લીધો છે.

અમીરગઢમાં નાથબાવાના 6 માસના બાળકને અઠવાડિયા અગાઉ સારવાર માટે ડૉ. સુમિત પટેલને ત્યાં પરિવાર લઇ ગયા હતા.બાદમાં તે બાળકનું શંકાસ્પદ મોત થયું હતું.જોકે આ બાળકનું મોત ડોક્ટરની લાપરવાહીથી થયું હોવાનો આક્ષેપ સાથે ટોળાએ દવાખાનામાં હોબાળો કરી તોડફોડ કરી હતી.આ ઘટનામાં પોલીસે નાથબાવાની ફરિયાદના આધારે એ.ડી.નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.જોકે તબીબોએ નાથબાવાઓની સારવાર ના કરવાનો નિર્ણય લેવાતા સમાજમાં ચકચાર મચી ગઇ હતી.અમીરગઢ તાલુકા ડોક્ટર એસોસિયનના પ્રમુખ ડૉ.હસરાજભાઇ પટેલ, ડૉ. એસ.એન.પટેલ તેમજ ડો.પ્રવીણભાઇ પાઠકે જણાવ્યું હતું કે ‘નાથબાવાઓએ ખોટી રીતે તબીબ પર હુમલો કર્યો છે અને આવું પુન: ના બને તેમજ જો નાથબાવાઓ અમારી પાસે આવી માફી માંગી લે તો અમો સારવાર કરવા તૈયાર છીએ.’

અન્ય સમાચારો પણ છે...