• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Ambaji
  • અંબાજીના માર્ગો ઉપર ઠેર ઠેર ગંદકી તેમજ પ્લાસ્ટીકના ઢગ,કચરામાંથી ઉપજેલા રૂ. 7000 અનાથાશ્રમમાં અપાશ

અંબાજીના માર્ગો ઉપર ઠેર-ઠેર ગંદકી તેમજ પ્લાસ્ટીકના ઢગ,કચરામાંથી ઉપજેલા રૂ. 7000 અનાથાશ્રમમાં અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજીમાંભાદરવી પૂનમના મેળા બાદ માર્ગ ઉપર ગંદકી તેમજ પ્લાસ્ટીકના ઢગલા થયા હતા. જેનાથી રોગચાળો પ્રસરે તે માટે 300 યુવાનો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.

અંબાજીને જોડતા માર્ગે જલોત્રાથી માંડી અંબાજી અને ગબ્બર સુધી સવારે 8-00 થી સાંજના 6-00 સુધી હાથ ધરાયેલ અભિયાનમાં 300 યુવાનો જોડાયા હતા. કચરાને એકત્રિત કરી તેનો નાશ કરાયો હતો. કચરામાંથી ઉપજેલ રૂ. 7000 જે અનાથ આશ્રમમાં જમા કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સફાઇનું કામ કોન્ટ્રાક્ટરે કરવાનું હતું. તે યુવાનોએ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું હતું.’

અન્ય સમાચારો પણ છે...