તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેળાના છઠ્ઠા દિવસે 5 લાખ માઈ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરવીપૂનમના મેળાના છઠ્ઠા દિને ઉત્તર ગુજરાતમાંથી પણ છેલ્લે નિકળેલા પદયાત્રી સંઘો ગુરુવારે સાંજ સુધીમાં અંબાજી પહોંચી ગયા છે. જેને લઇ માર્ગો ઉપર જાણે સુનકાર મહેસૂસ થઇ રહ્યો છે. દૂરદૂરના અંતરેથી આવેલા પદયાત્રીઓ દર્શનપથ ઉપર પ્રવેશતાં જાણે સમગ્ર થાકને ભુલી જઇ મા અંબાના દર્શન કરવા જાણે રીતસરની દોટ લગાવતાં જોવા મળ્યા હતા. તો બીજીતરફ માતાજીના શિખર ઉપર ધ્વજારોહણ થતાં શ્રદ્ધાળુઓ હાથ ઉંચા કરી ‘બોલ માડી અંબે… જય… જય… અંબે’ ના નાદથી મંદિર પરિસરને ગુંજવી દેતા હતા. ચાલુ વર્ષે ભાદરવા સુદ એકમથી અને વર્ષ દરમિયાન તમામ પૂનમે પદયાત્રી સંઘોનો પ્રવાહ અને ધ્વજારોહણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેને લઇ મેળા દરમિયાન સંઘો (માંડવડીઓ) ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જરૂર જોવા મળ્યો હતો. છઠ્ઠા દિને 5.26,364 શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કર્યા હોવાનું વહિવટી તંત્રનું કહેવું છે.

પદયાત્રીઓ માટે 299 સેવા કેમ્પોની સરવાણી

યાત્રિકોનીસેવા કરી પૂણ્ય કમાવા ચા-નાસ્તાથી માંડી વિરામ અને જમણવાર સુધીની રાઉન્ડ ક્લોક નિ:શુલ્ક સેવા જોવા મળી હતી.અંબાજીથી હિમતનગર, વિસનગર, ગાંધીનગર, માર્ગ સહિત અંબાજીથી પાલનપુર માર્ગ ઉપર 299 સેવા કેમ્પોની સરવાણી વહી હતી.

દિવસમાં180 લાખ લીટર પાણી વપરાયું

યાત્રિકોનેપાણીની અગવડ પડે અને પુરતી જરૂરીયાત સચવાઇ જાય તે માટે થઇ તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં દિવસ દરમિયાન 180 લાખ લીટર પાણીનો પુરવઠો પુરો પાડ્યો હોવાનું પાણી પુરવઠા અધિકારી કૈલાશબેન મેવાડાએ જણાવ્યું હતું.

દર્શનનો સમય

આરતીસવારે 06-15થી 06-45

દર્શન સવારે 06-45થી 11-30

દર્શન બંધ 11-30થી 12-30

દર્શન બપોરે 12-30 થી 4-30

દર્શન બંધ 04-30 થી 07-00

આરતી સાંજે 07-00થી 07-30

દર્શન સાંજે 07-30થી01-30

દર્શન બંધ 01-30 થી 06-15

યાત્રાધામ અંબાજીમાં ચૌદશની વહેલી સવારે દર્શનાર્થીઓની લાંબી કતાર જોવા મળી હતી.

67,987

લોકોએપ્રસાદ લીધો

11.785 ધજારોહણ

06,254 ઉડનખટોલામાંબેઠા

68.59,363

રૂપિયાનીકુલ આવક

3.69 લાખલોકો બસમાં મુસાફરી કરી

2,32,521

પ્રસાદવિતરણ પેકેટ

અન્ય સમાચારો પણ છે...